અનુક્રમણિકા
પ્રસ્તાવના
ભાગ એક - ઉપદેશો
૧. ઉદ્ધાર પામવા માટે આપણે સૌ પ્રથમ આપણા પાપોને ઓળખવા જોઈએ (માર્ક ૭:૮-૯, ૨૦-૨૩)
૨. મનુષ્ય જન્મથી પાપી છે (માર્ક ૭:૨૦-૨૩)
૩. જો આપણે નિયમો અનુસાર કાર્ય કરીએ, તો શું તે આપણને બચાવી શકે? (લૂક ૧૦:૨૫-૩૦)
૪. અનંત છૂટકારો (યોહાન ૮:૧-૧૨)
૫. ઈસુનું બાપ્તિસ્માં અને પાપોનું પ્રાયશ્ચિત (માથ્થી ૩:૧૩-૧૭)
૬. ઈસુ ખ્રિસ્ત પાણી, રક્ત, અને આત્મા દ્વારા આવ્યો (૧ યોહાન ૫:૧-૧૨)
૭. ઈસુનું બાપ્તિસ્માં પાપીઓ માટે ઉદ્ધારનું ચિહ્ન છે (૧ પિતર ૩:૨૦-૨૨)
૮. ભરપૂર પ્રાયશ્ચિતની સુવાર્તા (યોહાન ૧૩:૧-૧૭)
ભાગ બે - પરિશિષ્ટ
૧. ઉદ્ધારની સાક્ષીઓ
૨. મદદરૂપ વ્યાખ્યાઓ
૩. પ્રશ્નોત્તરી
આ શીર્ષકનો મુખ્ય વિષય છે કે “પાણી અને આત્માથી નવો જન્મ પામવો.” તે વિષય પર મૌલિકતા ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ પુસ્તક આપણને સ્પષ્ટપણે જણાવે છે કે નવો જન્મ પામવો શું છે અને બાઈબલના કડક પાલન અનુસાર પાણી અને આત્મા દ્વારા નવો જન્મ કેવી રીતે પામી શકાય. પાણી એ યર્દનમાં ઈસુના બાપ્તિસ્માનું ચિહ્ન છે અને બાઈબલ કહે છે કે જ્યારે ઈસુ યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા પામ્યો ત્યારે આપણા સઘળા પાપો તેની પર નંખાયા. યોહાન આખી મનુષ્યજાતિનનો પ્રતિનિધિ અને મહાયાજક હારુનનો વંશજ હતો. પ્રાયશ્ચિતના દિવસે હારુને અઝાઝેલના માથા પર હાથ મૂક્યો અને ઇસ્રાએલીઓના સઘળા વાર્ષિક પાપો તેની પર નાખ્યાં. તે આવનાર સારી વસ્તુની છાયારૂપ છે. ઈસુનું બાપ્તિસ્મા એ હાથ મૂકવાનું પ્રતિક છે. યર્દનમાં ઈસુ હાથ મૂકવાની રીતે બાપ્તિસ્મા પામ્યો. તેથી તેણે પોતાના બાપ્તિસ્મા દ્વારા જગતના સઘળા પાપો લઈ લીધા અને પાપોનું મૂલ્ય ચૂકવવા વધસ્તંભ પર જડાયો. પરંતુ મોટા ભાગના ખ્રિસ્તીઓ નથી જાણતાં કે ઈસુએ યર્દનમાં યોહાન બાપ્તિસ્ત દ્વારા બાપ્તિસ્મા શા માટે લીધું. ઈસુનું બાપ્તિસ્મા આ પુસ્તકનો સૂચક શબ્દ છે, અને પાણી અને આત્માની સુવાર્તાનો અનિવાર્ય ભાગ છે. આપણે ફક્ત ઈસુના બાપ્તિસ્મા અને તેના વધસ્તંભ પર વિશ્વાસ કરવા દ્વારા જ નવો જન્મ પામી શકીએ છીએ.
More